જામનગરમાં જયરાજ ટેનિસ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાનું કરાયું ભવ્ય સ્વાગત - ક્રિકેટર રવિન્દ્ર જાડેજા
🎬 Watch Now: Feature Video
જામનગર : જિલ્લાની ભુમીને લોક વાયીકા મુજબ જો વાત કરવામાં આવે તો ક્રિકેટરોની ભૂમિ કહેવાય છે. અહીં, વહેલી સવારે મોટાભાગના મેદાનોમાં લોકો ક્રિકેટ રમતા જ જોવા મળે છે, ત્યારે જિલ્લામાં જયરાજ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર અને સૌરાષ્ટ્રના સ્ટાર રવિન્દ્ર જાડેજા એ હાજરી આપી હતી. જેમાંં આયોજકોએ જાડેજાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ તકે જાડેજા ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને મેદાનમાં ફરતે ચક્કર લગાવી હતી. આ તકે રવિન્દ્ર જાડેજાએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટેનિસ બોલમાં ફટકા મારી અને ઉપસ્થિત લોકોને મનોરંજન કરાવ્યું હતું.