વીરપુરમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજે વિજયાદશમી નિમિતે કર્યું શસ્ત્રપૂજન - rajkot news
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ વિરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર, પરાક્રમની પૂજા અને ક્ષત્રિયોનો તહેવાર એટલે વિજયાદશમી. આ પાવન અવસર પર સમસ્ત ક્ષત્રિય સમાજે પોતાના આત્મગૌરવ અને સન્માનની શાન ગણાતા શસ્ત્રોની પૂજા કરે છે. જેથી જલારામધામમાં સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે વિજયાદશમીના પાવન દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ હતું. વિરપુરના સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા વિજયાદશમીના પાવન દિવસે પરંપરાગત વસ્ત્રોમાં સાફા બાંધીને શાત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવારબાજીથી રાજપૂત સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ સાથે જ આ શસ્ત્રપૂજનના પાવન અવસર નિમિતે ક્ષત્રિય યુવાનો દ્વારા વ્યસનમુક્તિ, સમાજસેવા માટે અન્ય સંકલ્પો પણ લેવામાં આવ્યા હતા.