શામળાજી મેશ્વો જળાશયમાંથી રવિ સીઝન માટે 100 ક્યુસેક પાણી છોડાયું - રવિ સીઝન માટે પાણી છોડવામાં આવ્યું
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં રવિ પાકની સીઝન માટે મંગળવારના રોજ શામળાજીના મેશ્વો જળાશયમાંથી મુખ્ય સીઝનમાં પ્રથમ તબક્કાનું કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોના રવિ પાક માટે ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડતા ભિલોડા અને મોડાસાના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે. ભિલોડા અને મોડાસા તાલુકાના ખેડૂતોના રવિ પાક માટે 2000 હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળશે ચાલું વર્ષે સિઝનનો સારો વરસાદ થવાથી રવિ પાક માટે 6 તબક્કા સુધી પાણીનો લાભ મળશે.