ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોમાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા - Water problem
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જિલ્લાના અંતરિયાળ અનેક ગામોમાં પાણીનો કાળો કકળાટ જોવા મળી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગના બેડોલી ગામે ભૂગર્ભ જળ નીચા જતા ગ્રામજનને પાણી નથી મળી રહ્યું, જેથી ગામમાં ટેન્કર મારફતે પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. ઝઘડીયા અને નેત્રંગ પંથકના અંતરિયાળ ગામોમાં ઉનાળાના સમયમાં વર્ષોથી પાણીના પ્રશ્નો સર્જાઈ છે, છતાં તેનો કાયમી કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી અને ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવે છે.