પાણીની પાઇપલાઇનમાં ભંગાણ હજારો લિટર પાણીનો વેડફાટ - પાણીની પાઇપલાઇનમાં ભંગાણ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6238757-thumbnail-3x2-sss.jpg)
વડોદરા : શહેરના ગાજરાવાડીમાં ફરી એક વખત પીવાના પાણીના ફુવારા ઉડ્યા હતા. જેમાં ગાજરાવાડી સાઈબાબાના મંદિર પાસે છેલ્લા ફળિયામાં ભૂવો પડતા પાણીની લાઇન લીકેજ થતા ફૂવારા ઉડ્યા હતા. ભૂવો પડતા પાંચ ફૂટ ઉંચા ફૂવારા ઉડ્યા હતાં, જેમાં પાણીની ટાંકીની બાજુમાં જ પાણીની લાઇનમાં લીકેજ થયું છે. ત્યારે એક તરફ શહેરીજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને આ રીતે પાણીનો વેડફાટ થઇ રહ્યાં છે. ત્યારે તંત્ર સામે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે.મહત્વનું છે કે, થોડા મહિના પહેલા પણ આ જ જગ્યાએ વિશાળ ભૂવો પડ્યો હતો. મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો, ત્યારે ફરી એક વખત ભૂવો પડતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.