નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક થતા 3 દરવાજા ખોલાયા, 6 ગામોને એલર્ટ કરાયા - ઉપરવાસમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કરજણ ડેમના ઉપરવાસમાં આવેલ ડેડીયાપાડા અને સાગબારા બન્ને તાલુકાઓમાં 7 ઇંચ વરસાદ પડતા કરજણ ડેમમાં પાણીની આવક વધતા જળ સપાટી 108.80 મીટર પર પહોંચી. જે તેની રુલ લેવલ સપાટી વટાવતા તંત્ર દ્વારા ડેમની સુરક્ષા માટે ડેમના 3 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. કરજણ નદીના કાંઠાના વિસ્તારના ભદામ, હજરપુરા, ભચરવાળા, ધાનપોર, ધમણાચા અને તોરણા ગામોને સાવધાન કરી દેવામાં આવ્યા છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે અને પાણીની આવક સતત ચાલુ રહેશે તો તબક્કા વાર પાંચ ગેટ પણ ખોલી 50 હજારથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે.