વીએસ હોસ્પિટલની બેદરકારી બાદ મેયર બિજલ પટેલની પ્રતિક્રિયા - AHD

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 5, 2019, 1:46 PM IST

અમદાવાદઃ VS હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની બેદરકારીના કારણે 6 માસની માસૂમ બાળકીનો અંગૂઠો કપાયા મુદ્દે મેયર બિજલ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. મેયર બિજલ પટેલે કહ્યું કે, આ ઘટનામાં જે પણ અધિકારી દોષી હશે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે હોસ્પિટલમાંથી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં કમ્પાઉન્ડર સોય કાઢવા જતા બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો હતો. જેના કારણે પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ પણ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ ફરક્યા નથી. ત્યારે મેયર બિજલ પટેલ દ્વારા કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.