ખેરાલુમાં સાંજે 7 વાગ્યા સુધીમાં કુલ 46.15 ટકા મતદાન નોંધાયું - voting registered
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લામાં ખેરાલુ વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પર સાંસદ તરીકે ચૂંટાઈ આવતા ખાલી પડેલી ખેરાલુ ધારાસભ્યની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. મતદાન માટે ઉપયોગ કરાયેલ EVM અને VVPAT મશીન સિલ કરી મતગણત્રી મથક પર સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગત ચૂંટણી કરતા અંદાજે 26 ટકા જેટલું ઓછું મતદાન નોંધાતા આ વખતે માત્ર 46.15 ટકા મતદાન થયું છે. ત્યારે આગામી 24 ઓક્ટોમ્બરે વિસનગર તાલુકાના બાસણા ગામે આવેલ મર્ચન્ટ કોલેજ ખાતે મતગણતરી થશે.