પ્રથમ નોરતે માઁ અંબાના મંદિરે દર્શનાર્થીઓનો ધસારો, ઘટ્ટ સ્થાપન વિધિ કરાઈ - Ambaji temple Navratri
🎬 Watch Now: Feature Video
અંબાજી, બનાસકાંઠા : આજથી નવરાત્રીનું પ્રારંભ થયો છે, નવરાત્રી (Navratri 2021)માં શ્રદ્ધાળુઓ શક્તિપીઠોમાં દર્શન માટે ધસારો જોવા મળતો હોય છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીને લઈને ગત વર્ષે મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે કોરોનાનુ જોર ઘટતા અંબાજી મંદિર (Ambaji Temple) દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ તકે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીની સાથે જ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે નિજ મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી, જેમાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર (અધીક કલેક્ટર) ઉપસ્થિત રહ્યા હતા.