ખેડામાં ગણેશજીને ભાવભરી વિદાય આપવામાં આવી, જુઓ Video - વિસર્જન
🎬 Watch Now: Feature Video
ખેડા: જિલ્લાના નડિયાદ, ખેડા, મહુધા તેમજ ડાકોર સહીતના વિવિધ સ્થળોએ વાજતે ગાજતે વિધ્નહર્તાની વિસર્જન યાત્રા યોજાઈ હતી. તળાવ, કેનાલ અને નદીમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં નડિયાદ સહીત વિવિધ ગામો અને શહેરોમાં ગણેશ પંડાલોમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જે પ્રતિમાની 10 દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન યાત્રા નીકળી હતી. કેટલાક મંડળો દ્વારા પાંચ કે સાત દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં ગણેશજીની પૂજા આરતી કર્યા બાદ ડીજે સાથે પ્રતિમા વિસર્જનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે વિવિધ માર્ગોથી પસાર થઇ ગામ શહેરની નજીક આવેલા નદી, તળાવ અને કેનાલ સહિતના જળસ્ત્રોતમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન યાત્રાને લઈને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જન સ્થળોએ ક્રેન, તરાપા, તરવૈયા સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ઉપરાંત ફાયર બ્રિગેડ તેમજ સલામતી સ્ટાફને વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. ગણેશજીને ભક્તિપૂર્ણ માહોલમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ભાવભરી વિદાય આપવામાં આવી હતી.