વાયરલ વીડિયોઃ ચોટીલામાં આખલો ફલેટના ધાબા પર ચડી ગયો - Viral video in surendranagar
🎬 Watch Now: Feature Video

સુરેન્દ્રનગરઃ ચોટીલામાં થાન રોડ પર ચોકડી પાસે આવેલા ફલેટના ધાબા પર ચડી ગયેલા આખલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્રણ માળના ફ્લેટની સીડીઓ ચઢી આખલો ધાબા પર પહોંચી જતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. આખલો સીડી ચઢી ત્રીજે માળે ધાબા પર કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.