આ છે આપણાં વાહનવ્યવહાર પ્રધાન આર.સી. ફળદુની લાચારી સાથેની વેદના, સાંભળો વાઇરલ ઓડિયો... - viral audio clip of transportation minister r c faldu
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શ્રમિકોને તેમના વતન મોકલવા માટે એસ.ટી. બસની ફાળવણી અને ખાનગી બસો દ્વારા ભાડામાં થતી ઉઘાડી લૂંટ અંગે જ્યારે સુરતના નાગરિકે રાજ્યના વાહનવ્યવહાર પ્રધાનને ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારે ફોન પર વાતચીત દરમિયાન સવાલો કર્યા ત્યારે પ્રધાન આર. સી. ફળદુ તતફફ થઇ ગયા હતા. એટલું જ નહી એક તબક્કે તેમણે ખાનગી બસો દ્વારા વધુ ભાડું લેવાતુ હોવાનો સ્વીકાર પણ કર્યો હતો. પ્રધાન હોવા છતા નિર્ણયો લેવામાં તેઓ કેટલા લાચાર છે તે દર્શાવતો એક ઓડિયો વાઇરલ થયો છે. સાંભળો વાઇરલ થયેલો ઓડિયો...