MLA મધુ શ્રીવાસ્તવના શક્તિ પ્રદર્શનનો વીડિયો વાયરલ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ - સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2020, 2:34 PM IST

વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાં સંક્રમિત થયા હતા. સારવાર લઇ રહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના સામે 'હું બાહુબલી છું અને બાહુબલી જ રહેવાનો છું, તેવો શક્તિ પ્રદર્શન કરતો એક વીડિયો વાયરલ થયો હતો, ત્યારે ફરી એક વખત તેમનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય એક મંદિરમાં ચાલી રહેલા ધાર્મિક ભજન-કીર્તનના કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વગર ડાન્સ કરતા જોવા મળ્યા છે, એક તરફ સરકાર લોકોને માસ્ક પહેરવા અને કોવિડ-19ની ગાઈડલાઈન અનુસરવા માટે આદેશ આપ્યા છે, તો બીજી તરફ ધારાસભ્ય સમર્થકો સાથે માસ્ક પહેર્યા વગર મંદિરમાં ઢોલક પર હાથ અજમાવી ઝૂમયા હતા. હાલ તો આ વીડિયો ક્યાંનો છે, તે જાણી શકાયું નથી. પણ એક તબક્કે કોઈ મંદિરમાં ભજનનો કાર્યક્રમ યોજાયો હોઈ તેમાં ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને કોરોનાનો મજાક ઉડાવ્યો હોવાનું આ વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થયું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.