ભરૂચમાં 5 બાળકોને બેસાડી જીવલેણ સ્ટંટ કરતા બાઈક ચાલકનો વીડિયો વાયરલ - ભરૂચ પોલીસ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેરના સ્ટેશન રોડ પર જોખમી રીતે 5 બાળકોને બેસાડી જીવલેણ સ્ટંટ કરતા બાઈક ચાલકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક બાઈક ચાલક 5 બાળકોને બાઈક પર બેસાડે છે અને પુરઝડપે બાઈક હંકારે છે. આ વીડિયો હાલ ભરૂચના શોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જીવલેણ સ્ટંટ નજરે પડે છે. ભરૂચમાં હાલમાં જ પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ CCTV કેમરા લગાવી ઈ-મેમોની શરૂઆત કરવામાં આવી છે. આમ છતાં બાઈક ચાલક બે ખોફ પણે સ્ટંટ કરે છે ત્યારે પોલીસે વીડિયોમાં દેખાતા બાઈકના નંબરને આધારે બાઈક ચાલકની શોધખોળ શરુ કરી છે.