ખેડામાં ભારે વરસાદને પગલે વીણા ગામનું તળાવ ફાટ્યું, પાકને ભારે નુકસાન
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લામાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ નોંધાયો છે. જેમાં નડિયાદમાં 8 ઈંચ તેમજ મહુધામાં 5 ઇંચ જેટલો વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ભરાઈ ગયા છે. નદી-નાળામાં નવાનીર આવ્યા છે. ત્યારે નડિયાદ તાલુકાના વીણા ગામની સીમમાં આવેલું તળાવ ભારે વરસાદને પગલે ફાટ્યું હતું. તળાવ ફાટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને પગલે 1000 વિધા ઉપરાંતની જમીનમાં પાણી ફરી વળતા તમાકુ અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.