વડોદરામાં પૂરથી પ્રભાવિત થયેલા શહેરીજનોને રાહતદરે APMCએ પહોંચાડયુ શાકભાજી - એરપોર્ટ સર્કલ
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ APMC દ્વારા શહેરના વિવિધ સ્થળોએ શાકભાજીના સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા.વડોદરા શહેરમાં પૂર આવતા કેટલીક જીવન જરૂરીયાત વાળી વસ્તુઓ જેમકે દૂધ, પાણી અને શાકભાજીના કાળા બજાર શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે શહેરીજનોને શાકભાજી મળી રહે તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા શહેરીજનોને રાહત દરે લીલા શાકભાજી મળે તે માટે શહેરના બે સ્થળો વાઘોડિયા રોડ અને એરપોર્ટ સર્કલ પાસે શાકભાજીના સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ખેડૂતો શાકભાજી લઇને આવે છે. પરંતુ, વેપારીઓ હાલ મળતા ન હોવાથી ખેડૂતોને નુકશાન જઇ રહ્યું છે. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય અને સમિતિના સ્ટોરેજમાં શાકભાજીનો બગાડ ન થાય તે માટે લીલા શાકભાજી રાહત દરે શહેરીજનોને વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.