વડોદરામાં વાઘોડિયાના વેપારી મંડળનો મોટો નિર્ણય, બપોરે 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ - Vadodara Waghodia Chamber of Commerce
🎬 Watch Now: Feature Video
વડોદરા: વાઘોડિયાના વેપારી મંડળ દ્વારા બપોરના ત્રણ વાગ્યા બાદ વાઘોડિયાની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી પ્રથમ દિવસે જ વાઘોડિયાના વેપારીઓ દ્વારા નાના ગલ્લાઓ, શાકભાજી તેમજ મોટી દુકાનો બંધ જોવા મળી હતી. આ સફળતામાં નાના વેપારીઓથી માંડી મોટા વેપારીઓ સુધીના દુકાનદારોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસને લઈને વાઘોડિયા તાલુકામાં કોરોના વાઇરસના વધુ કેસ ન થાય તે હેતુથી વેપારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.