વડોદરામાં ટ્રક ચાલકે કારને લીધી અડફેટે, 3ને ઈજા - Accident in Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાઃવાઘોડિયાના પીપરીયા સુમન દીપ વિદ્યાપીઠ પાસે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે કાર ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. પ્રાથમિક જાણકારી મુજબ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં ઘાયલ કારમાં સવાર લોકોને કારના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.