વડોદરા : SSG હૉસ્પિટલના લેબ ટેક્નિશિયન્સને કાયમી ન કરાતા આવેદન અપાયું
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેરની સયાજી હોસ્પિટલમાં કામ કરતા 43 લેબ ટેક્નિશિયન્સ છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં તેમને કાયમી ન કરવામાં આવતા સોમવારે આ તમામ કર્મચારીઓએ મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ બાબતે રજૂઆત ગાંધીનગર ખાતે વારંવાર કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઇ નિરાકરણ કરવામાં આવ્યું નથી. જો આગામી સમયમાં આ સમસ્યાનો ઉકેલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી લેબ ટેક્નિશિયન્સ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.