વડોદરામાં 'મહા' વાવાઝોડાની અસર, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા - વાતાવરણમાં પલટો
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યા હતા. અચાનક થયેલા વાતાવરણમાં ફેરફારને પગલે નવેમ્બર મહિનામાં ચોમાસા જેવો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. જોકે આ વાતાવરણમાં આવેલા ફેરફારના પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વ્યાપક અસર થશે. તારીખ 6 નવેમ્બરના રોજ આ ચક્રવાતની અસર જોવા મળશે આ દિવસોમાં પવનની ગતિ 60 થી 70ની ગતિએ પવન ફૂંકાવાની શકયતા સેવાઇ રહી છે. જ્યારે તારીખ 7 નવેમ્બરના રોજ પવનની ગતિમાં 70 થી 80 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની આગાહીને પગલે રાજય સરકાર દરેક જિલ્લામાં પૂરતો બંદોબસ્ત ગોઠવવા અને નેશનલ ડિઝાસ્ટર તેમજ સ્ટેટ ડિઝાસ્ટરની ટીમને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવાયા છે.