વડોદરા પાસે 18.13 લાખનો દારૂ ભરેલુ કન્ટેનર કોઇ બિનવારસી મુકી ગયું! વરણામા પોલીસે 28 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો - પોલીસે બિનવારસી દારૂ પકડ્યો
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ 18.13 લાખનો દારૂ ભરેલુ કન્ટેનર કોઇ બિનવારસી મુકી ગયું હતુ. વરણામા પોલીસે 28 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધીનો કડક પણે અમલ કરાવવા માટે શહેર-જિલ્લા પોલીસ દ્વારા કમરતોડ મહેનત કરવામાં આવી રહીં છે. જેથી શહેર-જિલ્લામાં લવાતો દારૂ અટકાવી શકાય અને દારૂબંધીનો પુરેપુરો અમલ થાય. પરંતુ વરણામા પાસે તો એવુ અચુંકતુ બન્યું કે દારૂ આવી ગયો પણ પોલીસને ગંધસુદ્ધા ન આવી અને દારૂ લાવનાર ટ્રક ડ્રાઇવર દારૂ ભરેલુ કન્ટેનર બિનવારસી હાલતમાં છોડી જતો પણ રહ્યો.