વડોદરા કોર્પોરેશનની ચૂંટણી : વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલની જીત, 22 વર્ષનો યુવાન બન્યો કોર્પોરેટર - VMCની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10744834-thumbnail-3x2-final.jpg)
વડોદરા : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. જેમાં VMC વૉર્ડ નંબર 9ના યુવા 22 વર્ષના શ્રીરંગ રાજેશ આયરે કોર્પોરેટર બન્યાં હતાં. શ્રીરંગ રાજેશ આયરે 20,000ની જંગી લીડથી જીત્યા છે. શ્રીરંગ રાજેશ આયરે કદાવર નેતા રાજેશ આયરેના પુત્ર છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા બાદ RSP પક્ષ બનાવ્યો હતો, જે બાદ VMCની ચૂંટણી, 2015માં આખી પેનલની જીત થઇ હતી. જે બાદ VMCની ચૂંટણી, 2021માં ભાજપમાં જોડાયાં બાદ તેમના પુત્ર ટિકિટ આપવામાં આવી હતી.