વડોદરા શહેરમાં સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિત વચ્ચે આત્મીય મહોત્સવનો પ્રારંભ - હરિધામ સોખડા યોગી ડિવાઈન સોસાયટી દ્વારા આયોજિત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ
🎬 Watch Now: Feature Video
વડોદરા: યુવાનો માટે પ્રેરક પૂ.હરિપ્રસાદ સ્વામી પ્રેરિત અને હરિધામ સોખડા યોગી ડિવાઈન સોસાયટી દ્વારા આયોજિત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આંતરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવનો APMCના વિશાળ મેદાનમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આત્મીય મહોત્સવમાં સંસ્કૃતિક કાર્યક્રમ અને રંગારંગ ક્રાયકમો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ હજાર રહ્યા હતા.આ શાનદાર મહોત્સવના 500થી વધુ આંતરાષ્ટ્રીય હરિ ભક્ત કલાકારોએ સંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ મહોત્સવમાં દેશ વિદેશથી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહેશે.