ઊંઝા APMCમાં 21 વર્ષથી સત્તાનો ગઢ જમાવનાર નારણ પટેલના પુત્રનો 116 મતોથી પરાજ્ય
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લામાં આવેલું એશિયાની પ્રથમ શ્રેણીની APMC ઊંઝા માર્કેટ યાર્ડમાં ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. કુલ 12 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 8 ડિરેક્ટરોના પરિણામ જાહેર થયા છે. જ્યારે વેપારી વિભાગના 4 ડિરેક્ટરોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે. ખેડૂત વિભાગના 313 પૈકી 311 મતો અને વેપારી વિભાગમાં 1631 પૈકી 1535 મતોનું મતદાન થયું હતું. જેની આજ રોજ બેલેટ પેપર મતગણતરી કરવામાં આવી હતી. ખેડૂત વિભાગના 8 વિજેતા ડિરેક્ટરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઊંઝા ધારાસભ્ય આશા પટેલ જૂથના દિનેશ પટેલ અને શિવમ રાવલ સહિતના 8 ડિરેક્ટરોની પેનલ વિજય થઈ છે. જ્યારે ઊંઝા APMCમાં 21 વર્ષથી સત્તાનો ગઢ જમાવનાર નારણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલની 116 મતો પરાજ્ય થયો છે.