અઢી ઈંચના વરસાદ બાદ ઉમરપાડાના ચેકડેમ છલકાયા - Rain on Sunday
🎬 Watch Now: Feature Video
ઉમરપાડા તાલુકામા શનિવારે અઢી ઇંચ વરસાદ તેમજ રવિવારે બપોર બાદ છૂટો છવાયો વરસાદ વરસતા નદી નાળામાં નવા નીર આવતા સરોવરો ફરી જીવંત થયા હતા. વરસાદને લઈને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. ચારેય તરફ ગાઢ જગલથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામા શનિવારે અઢી ઇંચ વરસાદ વરસતા તેમજ રવિવારે છૂટો છવાયો વરસાદ વરસતા તાલુકામાંથી પસારથી થતી નદીઓના ચેકડેમ ઓવરફ્લો થયા હતા. ચેકડેમો ઓવરફ્લો થતા ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી હતી,ઉલ્લેખનીય છેકે સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામા પડે છે ત્યારે આ સીઝનમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રહેતા જગત ના તાતને ખેતી સારી રહેશેના એધાન વર્તાયા હતા.