મોરબીમાં સાંસદ અને ભાજપ દ્વારા ઉકાળા વિતરણ કેન્દ્ર શરુ - ઉકાળા કેન્દ્ર
🎬 Watch Now: Feature Video
મોરબીઃ શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે યોગા અને વહેલી સવારે ચાલવા જવું સહિતની તકેદારી રાખતા હોય છે. જેથી સમસ્ત ભાજપ પરિવાર અને સાંસદ મોહન કુંડારિયાના માર્ગદર્શન હેઠળ સોમવારથી મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે ઉકાળા વિતરણ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. ઋતુજન્ય રોગ સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉકાળા વિતરણ કેન્દ્ર દરરોજ સવારે 05:30 થી 07:30 કલાક સુધી કાર્યરત રહેશે. આ ઉકાળા કેન્દ્રનો લાભ મોટી સંખ્યામાં લોકો લઇ રહ્યા છે અને સ્વાસ્થ્યની તકેદારી લઇ રહ્યા છે.