લોકડાઉન દરમિયાન નડિયાદના સંતરામ મંદિર દ્વારા બે સમયની ટિફિન સેવા અપાશે - Two-time tiffin service by Santram Temple in Nadiad during lockdown

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 25, 2020, 3:19 PM IST

નડિયાદઃ કોરોના વાઈરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લા સહિત નડિયાદ શહેરમાં પણ લોકડાઉન છે. જેથી જરૂરિયાતમંદો સહિતના તમામ લોકો માટે સંતરામ મંદિર દ્વારા બે સમય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ બે વખત વિનામૂલ્યે ટિફિન સેવા આપવાની મંદિરે જાહેરાત કરી છે. એકથી માંડી સાત વ્યક્તિઓ માટે એક વ્યક્તિનેએની જરૂરીયાત મુજબ ભોજન ટિફીન સંતરામ મંદિર તરફથી અપાશે. કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામને મંદિર તરફથી ટિફિન સેવા આપવામાં આવશે. જે સવારે રોજ 10ઃ30 થી 12ઃ30 વાગ્યા સુધી અને સાંજે 6 થી 7 વાગ્યા સુધી મંદિરની ભોજનશાળા પર આ ટિફીન વિના મૂલ્યે અપાશે. સંતરામ મંદિરના વર્તમાન મહંત રામદાસજી  મહારાજે કોઈ બાકી ન રહે, કોઈ ભૂખ્યું ન જાય એની તકેદારી રાખવા સૂચના આપી છે. સાથે જ લોકડાઉનને પૂરો સહયોગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે.નોંધનીય છે કે, સેવા, સંભાળ અને સહારાથી જનસેવાની પ્રવૃત્તિ માટે સુપ્રસિદ્ધ એવું સંતરામ મંદિર આપત્તિના સમયે સદાય જનજનની પડખે રહે છે.હાલ લોકડાઉનમાં ભૂખ્યાનો સહારો બની રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.