ભાવનગર: તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જતા મોત - died for drowned
🎬 Watch Now: Feature Video
ભાવનગર: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ રાજ્યના વિવિધ ડેમ અને નદીઓ ઓવરફ્લો થઇ છે. ભાવનગરમાં જિલ્લામાં પાણીમાં ડૂબવાથી મોતની અનેક ઘટનાઓ બની છે. સિહોરના બારડી ગામે તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જવાના કારણે મોત થયું છે. ધો-10 અને ધો-7માં અભ્યાસ કરતા આયુષકાર અને અજય પરમાર નામના બે ભાઈઓનું ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી પી.એમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. નાનો ભાઈ પાણીમાં ડૂબવા લાગતા મોટો ભાઈ તેને બચાવવા ગયો હતો. પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંને ભાઈઓના કરુણ મોત થયા હતા. આ ઘટનાના કારણે લોકોના એકઠા થયા હતા. તેમજ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ બને ભાઈઓના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ કરૂણ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. બે ભાઈઓના મોતથી માતા પિતા અને બહેન શોકનું મોજું ફરી વળ્યું હતું.