ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના જન્મદિવસે પાટણમાં વૃક્ષારોપણ કરાયું - environment news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2020, 4:32 PM IST

પાટણ: ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનો આજે 77મો જન્મદિવસ છે. ગુજ્જુ અભિનેતાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને પોતાની આગવી ઓળખ બનાવી છે. નરેશ કનોડિયાના જન્મદિવસે પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા સહસ્ત્ર તરૂવન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો. કરજણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાના જન્મદિવસે પાટણમાં સંકલ્પ સંસ્થા અને એકલવ્ય જનસેવા ટ્રસ્ટ પાટણ દ્વારા સરસ્વતી રિવરફ્રન્ટ નજીક આવેલા સહસ્ત્ર તરૂવન ખાતે વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સહસ્ત્ર તરૂવન ખાતે મિશન ગ્રીન પાટણના સહયોગથી 77 વૃક્ષો વાવી તેનું જતન અને પર્યાવરણની જાળવણી કરવાના સંકલ્પ લીધા હતા. સાથે જ નરેશ કનોડિયાનું આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.