સુરત: શહેરના ડાયમંડ ઉદ્યોગે વધુ એક વખત વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સુરતના પાંચ નિષ્ણાત રત્ન કલાકારોએ મળીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ લેબગ્રોન ડાયમંડમાં કંડારી છે. અદભૂત રીતે કોતરણી કરી હીરામાં બનાવવામાં આવેલી આ કલાકૃતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, હાલમાં જ એટલે કે, 20 જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકેની બીજી વખત શપથ લીધી હતી. આ કાર્યક્રમ યુએસ કેપિટોલનો રોટુન્ડામાં યોજાયો હતો. જેની વધામણી માટે આ ડાયમંડની કલાકૃતિ ગિફ્ટ તરીકે આપવામાં આવશે.
બે મહિનાનો સમય લાગ્યો: સુરતના ઉદ્યોગપતિ સ્મિત પટેલના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલ આ ડાયમંડ હાઈ પ્રેશર ટેકનોલોજીથી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ડાયમંડ સાડા ચાર (4.5) કેરેટનો છે અને તેને બનાવવામાં બે મહિનાનો સમય લાગ્યો છે. આ ડાયમંડની ખાસિયત એ છે કે તેની ગુણવત્તા અને મૂલ્ય કુદરતી હીરા જેટલાં જ છે. પ્રથમ નજરે તે એક સામાન્ય તસવીર જેવો લાગે છે, પરંતુ તેની અનોખી ચમક દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે.
પાંચ નિષ્ણાત રત્ન કલાકારોની કમાલ: 4.5 કેરેટના ગ્રીન લેબ ડાયમંડમાં બનાવવામાં આવેલા આ અદ્ધભૂત કલાકૃતિ એટલે કે ડાયમંડની કિંમત જોકે ઉદ્યોગપતિ સ્મિત પટેલ દ્વારા બહાર પાડવામાં આવી નથી. પરંતુ તેની કિંમત લગભગ રૂપિયા 20,00,000 આંકવામાં આવી રહી છે. જેને પાંચ નિષ્ણાત રત્ન કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસરૂપે આ વિશિષ્ટ ભેટ તૈયાર કરવામાં આવી છે. અગાઉ, 2023માં આ જ કંપનીએ બનાવેલો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડે ની પત્ની જીલ બાઈડેનને ભેટ આપ્યો હતો.
કારીગરી અને ટેકનોલોજીનો સમન્વય: સુરત, જે વિશ્વભરમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે જાણીતું છે, તે હવે લેબગ્રોન ડાયમંડ્સના ક્ષેત્રમાં પણ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ નવીનતમ સર્જન સુરતની કારીગરી અને ટેકનોલોજીનો સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.
ડાયમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે: ઉદ્યોગપતિ સ્મિત પટેલે જણાવ્યું હતું કે, "અમારા સુરતના કારીગરો દ્વારા આ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે. નેચરલ ડાયમંડ હોય છે અને સામાન્ય રીતે જે ડાયમંડ ખાણમાંથી આવે છે તેનું સુરતમાં કટીંગ પોલિશિંગ થાય છે. પરંતુ તેનાથી વિપરીત લેબગ્રોન ડાયમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. જોકે તેની કિંમત અને ગુણવત્તા રીયલ ડાયમંડની જેમ જ હોય છે. આ ડાયમંડને હાય પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્ન કલાકારો એને કટીંગ અને પોલિશિંગ કરે છે."
આ પણ વાંચો: