છોટા ઉદેપુર: સાલપુરામાં ECCO કાર પર વૃક્ષ ધરાશાયી, ડ્રાઈવરનું મોત - છોટા ઉદેપુરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર: જિલ્લામાં શુક્રવારે સાંજે અનેક સ્થળે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. આ દરમિયાન બોડેલીથી વડોદરા જઇ રહેલી એક ઈકો કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.