જૂનાગઢના કિન્નરોએ વેક્સિન લઈને રસીકરણ માટે કરી લોકોને અપીલ - કોરોના સામે રક્ષણ
🎬 Watch Now: Feature Video
કિન્નર સમાજે શનિવારના રોજ જૂનાગઢમાં કોરોના રસીકરણ કાર્યક્રમમાં ભાગ લઇને પોતાની જાતને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત કરી હતી. રસી લીધા બાદ કિન્નર સમાજના અગ્રણીઓએ રસીકરણને લઈને ચાલી રહેલી અફવાઓ અને અંધશ્રદ્ધાઓને બાજુ પર મૂકીને કોરોના સામે રક્ષણ આપતા રસીકરણ કાર્યક્રમમાં સૌ કોઈને ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી કરી હતી.