ભરૂચ નજીક નેશનલ હાઈવે પર સતત ત્રીજા દિવસે ભારે ટ્રાફિક જામ સર્જાયો - Traffic problem in Bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં નેશનલ હાઇવે 48 ઉપર નર્મદા બ્રિજને જોડતો માર્ગ બિસ્માર બનવા સાથે બોટલનેકની પરિસ્થિતિના કારણે ત્રણ દિવસથી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરાથી મુંબઈ તરફ જતા હાઈવે પર 10 કિ.મી સુધી વાહનોની કતારો લાગતા નબીપુરથી નર્મદા બ્રિજ પસાર કરવામાં 4 કલાકથી વધુ સમય વેડફાઈ રહ્યો છે. ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા હલ ન થતા વાહનચાલકો પણ રોષે ભરાયા છે. જૂનો સરદાર બ્રિજ થોડા થોડા સમયે બંધ કરી દેવાની નોબત આવવાના કારણે એક જ બ્રિજ ઉપર મુખ્ય ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે. જેથી ટ્રાફિક જામ થઇ રહ્યો છે.