ધોધમાર વરસાદને કારણે આકાશમાંથી વીજળી પડતો વીડિયો થયો વાયરલ - વીજળી પડી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ચોમાસા દરમિયાન ચાલુ વરસાદે અવકાશી વીજળી પડી હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. હાલ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજા તેની ધમાકેદાર ઇનિંગ રમી રહ્યા છે. વરસાદના સમયે કડાકા સાથે વીજળી પડતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ચાલુ વરસાદે એક વૃક્ષ પર કડાકા સાથે વીજળી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વીજળી પડવાની સાથે જ નજીકમાં બેઠેલી એક ગાય પણ પોતાની જાતને બચાવવા માટે ઉભી થતી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ અને ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ઠેર ઠેર પાણી પર ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદના સમયે અવકાશમાંથી ખૂબ જ તીવ્ર ગતિએ વીજળી પડતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો ગીર ગઢડા અને ગીરના કોઈ જંગલ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે પ્રકારે અવકાશી વીજળી એક ઝાડ પર આફત બનીને ત્રાટકી હોય તેવા દ્રશ્યો મોબાઇલના કેમેરામાં કેદ થયા છે. વીજળી ધડાકાભેર ખેતરના એક ઝાડ પર પડતા અહીં નજીકમાં બેઠેલી એક ગાય પણ ભડકીને ભાગવાનો પ્રયાસ કરતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. અમદાવાદના જ એક વિસ્તારમાં આ જ પ્રકારે વીજળી પડી હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. ગીરના જંગલ વિસ્તારના ખેતરમાં વીજળી પડી હોવાનો વિડિયો વાયરલ થયો છે.