thumbnail

By

Published : Jan 7, 2020, 1:55 AM IST

ETV Bharat / Videos

પાર્ક કરેલું JCB રિવર્સ આવતા ત્રણ બાઈકને લીધી અડફેટે, એક મહિલાનો બચાવ

વલસાડઃ જિલ્લાના કપરાડા ગામના નાનાપોઢા માર્ગ ઉપર ટેકરા ઉપર પાર્ક કરેલું JCB રિવર્સમાં પાછળના ભાગે ધસી આવતા પાર્કિંગમાં મૂકેલી ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. આ ઘટનામાં એક મહિલાનો બચાવ થયો હતો. સરકારી હોસ્પિટલ નજીક કપરાડા તરફથી કામ પતાવીને પરત થઇ રહેલા એક JCB મશીનના ચાલકે JCB મશીનને રોડની બાજુમાં મૂકી ખરીદી કરવા માટે દુકાનમાં ગયો હતો આ દરમિયાન રોડ ઉપર મુકેલો JCB અચાનક જ રિવર્સમાં આવતા જમણી બાજુથી ડાબી બાજુ આવી ગયું હતું અને દુકાનની બહાર પાર્ક કરેલા કેટલાક બાઈક ઉપર ચડી જતા આ તમામ બાઈકને નુકસાન થયું હતું. જોકે આ સમગ્ર ઘટનામાં બાઈકની આગળ એક મહિલા પોતાનું બાળક લઈને બેઠી હતી અચાનક JCB રિવર્સ આવા જ કેટલાક લોકોએ બૂમાબૂમ કરતા આ મહિલા ત્વરિત ત્યાંથી ખસી ગઇ હતી અને તેના ચમત્કારિક બચાવ થયો. નોંધનીય છે કે ડ્રાઈવર વગરનું JCB અચાનક રિવર્સમાં આવતા બનેલી ઘટનામાં JCBનો ચાલક પણ મૂંઝવણમાં મુકાયા હતો કે તે પોતે હેન્ડ બ્રેક મારીને ગયો હોવા છતાં પણ JCB ટેકરા ઉપરથી રિવર્સ કેવી રીતે ગયું. જોકે બાઈક ચાલકો તેમજ સ્થાનિક લોકો JCB ચાલક સામે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.