ધરમપુરનું માની ગામ વિકાસથી વંચિત, જીવના જોખમે નદી પાર કરવા લોકો મજબૂર - Mani village in Dharampur
🎬 Watch Now: Feature Video
વલસાડ : કપરાડા તાલુકામાં સતત 8 દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના ધરમપુર તાલુકાના માની ગામેથી વહેતી પાર નદી પર વર્ષો પહેલા બનેલા નીચાણવાળા બ્રિજ ઉપર નદીનું પાણી ફરી વળે છે. લોકોને બ્રિજ ઉપરથી વહેતા વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં જીવને હથેળીમાં લઇને જોખમે પસાર થવાની ફરજ પડે છે. અહીં અનેક અકસ્માતના બનાવોમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા વર્ષોથી લોકોની માંગ છે કે, ઊંચો પુલ બને જે થકી લોકોની ચોમાસા દરમ્યાનની સમસ્યા હલ થઈ શકે. આ ઉપરાંત માની ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માજી. મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ, કાશીરામ રાણા ગુજરાતના તમામ નેતાઓ માની ગામે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે, પરંતુ માની ગામના લોકોની સમસ્યાઓ પર કોઈ ધ્યાન કેન્દ્રિત થયું નથી.