વડોદરા ગોમતીપુરા નાકા પાસે વીજ કંપનીના ખોદકામથી પાણીની લાઇનમાં ભંગાણ, લોકોને હાલાકી - Vadodara news
🎬 Watch Now: Feature Video
વડોદરા: ગાજરાવાડી રામનાથ સ્મશાન પાસે આવેલા ગોમતીપુરા નાકા પાસે વીજ કંપનીના આડેધડ ખોદકામને કારણે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. જયારે સવારે પાલીકા દ્વારા વિસ્તારમાં પાણી પુરવઠો શરૂ કરાતા લાઇનમાં ભંગાણને કારણે 5 થી 6 ઊંચા ફુવારા ઉડયા હતા. તેમજ રોડ પર પાણી પાણી થઇ ગયુ હતું. જેને લઇ હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. આ સાથે મસ મોટા ભૂવો પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પાલિકા તંત્ર આ સમસ્યા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માગ કરવામાં આવી હતી.