નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટરે પહોંચી, 23 ગેટ ખોલાયા - Increase in water level of Narmada Dam
🎬 Watch Now: Feature Video
નર્મદા: નર્મદા ડેમના 23 ગેટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી 23 ગેટ ખોલવાની ફરજ પડી હતી. હાલ નર્મદા ડેમના 23 ગેટમાંથી 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી ગઇ છે, ત્યારે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.