ડાંગના નડગચોડ ગામે અગમ્ય કારણોસર ખેતરમાં લાગી આગ - Dangama fire for inaccessible reasons
🎬 Watch Now: Feature Video
ડાંગઃ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ નડગચોડ ગામના ખેડૂતના ખેતરમાં રાત્રી દરમિયાન અગમ્ય કારણોસર આગ લાગતાં ખેડૂતનો તમામ પાક બળી ગયો હતો. ગામના જ કોઈક વ્યક્તિ જેઓ તેમની અંગત અદાવતના કારણે પાકને આગ લગાડી હોવાની આશંકા છે. ચોમાસા દરમિયાન પકવેલ તમામ પાક બળીને ખાક થઈ જતાં તેમણે તલાટીકમ મંત્રીને જાણ કરી હતી. તેઓએ વિગત મેળવી આગળની કાર્યવાહી હાથધરી હોવાનું વિગતો સામે આવી છે.