શાળા મર્જના મુદ્દે વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં આદિવાસીઓએ રેલી યોજી - The tribes rallied under the leadership
🎬 Watch Now: Feature Video
નવસારી: ગુજરાત સરકારના મનસ્વીભર્યા શાળા મર્જ કરવાના નિર્ણયને સામે કોંગ્રેસ અને આદિવાસી પંથકના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં નવસારી જિલ્લાની 150 અને ચીખલી તાલુકાની 59 શાળાઓને મર્જ કરવાને લઈને વાંસદા વિધાનસભાના ધારાસભ્યની આગેવાની હેઠળ આદિવસીઓએ રેલી કાઢી ચીખલી મામલતદારને આવેદન આપી સરકાર નિર્ણય બદલે અને આદિવાસી બાળકોને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી.