The Theater Company Launch: વડોદરા કલાનગરીમાં 'ધ થિયેટર કંપની'નો શુભારંભ - The Theater Company Launch
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરના (Kalangari Vadodara) ઉભરતા કલાકારોને આગળ આવવા માટે એક પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે વડોદરા કલનાગરીમાં 'ધ થિયેટર કંપની'નો શુભારંભ કરવામાં આવ્યો છે. ધ થિયેટર કંપની એક નોન પ્રોફિટ સંસ્થા છે, જેમાં સાંસ્કૃતિ નાટ્ય, નાટકો શીખવવા તે ઉપરાંત કલાકારને માર્ગદર્શન અને અન્ય સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, જે અંગે ધ થિયેટર કંપની (The Theater Company Launch) દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ થિયેટર કંપનીના ફાઉન્ડર દર્શન સુરેશ ચંદન, કો.ફાઉન્ડર ગુરજોત કૌર ચંદન, એડવાઇઝરી બોર્ડના સભ્ય જય મર્ચન્ટ, સાચી પેશવાણી તથા કલાકારો જોયસેન ગુપ્તા, લીલેટ દુબે અને ઇરા દુબે ઉપસ્થિત રહ્યાં હતા.