ભરૂચની જંબુસર ચોકડી પરના ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર - Nandelaw Overbridge
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં ચોમાસું શરૂ થતા જ જાહેરમાર્ગો ધોવાઈ જવાથી ખાડાઓ પડી ગયા છે. જેના કારણે જાહેરમાર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. શહેરના બાયપાસ ચોકડી અને નંદેલાવ પાસે આવેલા ઓવરબ્રીજ ઉપરથી મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરે છે, પરંતુ બ્રિજ ઉપરનો માર્ગ ધોવાઈ જવાના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે, જેથી માર્ગ પર લોખંડના સળિયા દેખાઇ આવતા વાહનચાલકોના વાહનોમાં પંચર પડવાની સાથે વાહનોને નુકશાન થઈ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.