મોરબીથી ધૂળકોટ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં, રાહદારીઓ પરેશાન - Road condition in Morbi is bad
🎬 Watch Now: Feature Video
મોરબીઃ સરકાર દ્વારા લોકોને રોડ રસ્તાની સારી સુવિધાઓ મળે તેના માટે લાખો નહીં, પરંતુ કરોડો રૂપિયા વાપરવામાં આવે છે. જો કે, મોરબી તાલુકામાં ધૂળકોટ ગામ સુધી પહોચવાના રસ્ત દર વર્ષે ચોમાસામાં ભાંગીને ભુક્કો થઇ જાય છે. જેથી કરીને લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે પણ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ભારે વરસાદ પડે ત્યારે ડેમી-3 ડેમની નીચેના ભાગમાં આવતા ધૂળકોટ સહિતના ગામમાં ખેતીને તો મોટા પ્રમાણમાં નુકશાની થાય જ છે, કેમ કે, ધૂળકોટથી ઉપરના ભાગમાં જેટલા મોરબી તાલુકાના ગામો આવે છે તે તમામ ગામના ખેડૂતોના ખેતરોમાં ડેમી નદીના પાણી ફરી વળતા હોય છે. સાથોસાથ રોડ રસ્તા ઉપરથી પણ પાણી વહેતા હોવાથી ખેતીને પાક અને ખેતરની જેમ જ રસ્ત ઉપરના ડામરને પાણી તોડી નાખે છે અને પછી મહિનાઓ સુધી તે ભાંગી ગયેલા રોડને રીપેર કરવામાં આવતા નથી. જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં તમે જે રસ્તાને જોઈ રહ્યાં છો તે ધૂળકોટ ગામ સુધી જવા માટેનો મુખ્ય માર્ગ છે. તેની હાલત એટલી દયનીય છે કે, સગર્ભા મહિલા કે પછી દર્દીને લઈને જતા વાહનોને ત્યાંથી કેવી રીતે કાઢવા તે પ્રશ્ન હોય છે.