સુરેન્દ્રનગરની 4 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર - Surendranagar declared results of four gram panchayats
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લાની ચાર ગ્રામ પંચાયતો પૈકી વઢવાણ તાલુકાનું વેળાવદર, લીબડીનું ગડથલ, દસાડાનું ઝીંઝુવાડા અને સાયલાના કાશીપરામાં સરપંચ પદ માટે તેમજ વઢવાણના મેમકા ગામ ચૂંટણી યોજાઈ હતી. જેનુંં પરિણામ મંગળવારે જાહેર થયું હતું. જેમા વઢવાણ તાલુકાના વેળાવદર બેઠક પર ઝેઝરીયા નાગરભાઈ ભુપતભાઇ 1238 મત મળતા વિજય થયા હતા. તેમજ પાટડીના ઝીઝુવાડાના ગીતાબા બિપિનસિંહ ઝાલા 2257 મત મળતા વિજેતા થયા હતા. લીંબડી તાલુકાના ગડથલમા મીનાબેન રામજીભાઈ ગળથળા 549 મત વિજેતા થયા હતા. તેમજ સાયલાના કાશીપરામાં અજમલભાઈ દેવજીભાઈ મેણીયાને 24 મત મળતા વિજેતા થયા હતા. તેમજ વઢવાણની મેમકા બેઠના સભ્ય પદ માટે જાદવ ગીતા બેન ધનશયામભાઈને 133મત મળતા વિજેતા થયા હતા. તેમજ વઢવાણ તાલુકાના વેળાવદર ગામે 5 ઉમેદવાર હોવાને કારણે રસાકસી જામી હતી.