મહીસાગર જિલ્લામાં ભાજપની CAA અને NRCના સમર્થનમાં રેલી યોજાઈ
🎬 Watch Now: Feature Video
મહીસાગર: જિલ્લાના લુણાવાડા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા CAA અને NRCના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ જે.પી.પટેલ અને જિલ્લા મહામંત્રી સહિત ભાજપના કાર્યકારો જોડાયા હતા. આ રેલી દરમિયાન 'મોદી શાહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે' અને "ભારત માતા કી જય"ના નારા લાગ્યા હતા.