કચ્છમાં કમોસમી વરસાદ ખેડૂતોની હાલત કફોડી - farmers of Kutch
🎬 Watch Now: Feature Video
કચ્છ : કમોસમી વરસાદને પગલે ખેડૂતો પર વધુ એક વખત આફત આવી પડી છે. ખાવડા કુરન કોટડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો. નખત્રાણાના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. દુષ્કાળમાંથી બહાર નીકળેલા કચ્છના ખેડૂતો માટે ચોમાસુ લાંબુ ચાલ્યા બાદ કમોસમી વરસાદી આફત હજુ પણ શરુ જ છે. જેને પગલે કચ્છના ખેડૂતો માટે આ સતત ચોથું વરસ ખરાબ સાબિત થઇ રહ્યું છે. પાક નિષ્ફળ બની ગયો છે. ખાવડાના ધોરાવર અને પૈયા સહિતના આસપાસના વિસ્તારોમાં કરાનો વરસાદ વરસ્યો હતો. જેને પગલે આ પંથકમાં કઠોળના પાકને ભારે નુકસાન થયું છે.