દાહોદમાં લોકોએ એકજૂટ થઇને વડાપ્રધાનની અપીલને આપ્યું સમર્થન - શહેરમાં લોકોએ દીવા પ્રગટાવી
🎬 Watch Now: Feature Video
દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી રાત્રિના નવના ટકોરે ઘરની લાઈટો બંધ કરી અંધકારમાં દીવડા ની જ્યોત ઝગમગાવીને અને મીણબતી પ્રગટાવી, મોબાઇલ ફ્લેશલાઇટમાં કોરોના સામેની લડતમાં એકતા બતાવી હતી જ્યારે શહેરના માર્ગો પર ભારત માતાની આકૃતિઓ પણ ચિત્રાંકિત કરી હતી અને મોદીના નામ પર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ભારત માતાના જયકારા સાથે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં બરોબર રાત્રે 9:00 કલાક ના ટકોરે અંધકાર છવાઈ સાથે ઝગમગતા દીવા, બેટરીની ફ્લેશલાઇટ અને ટોર્ચના સથવારે દાહોદ ઝગમગ્યું હતું. દાહોદમાં લોકોએ ઉત્સાહભેર પોતાના ઝરૂખામાં કે ધાબેથી દીવા પ્રગટાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. તો અનેક લોકોએ દીવાઓથી આકૃતિઓ ચિત્રાંકિત કરી હતી. દાહોદ ગોવિંદ નગર માં સહયોગ નગર ખાતે અપાર્ટમેન ના ધાબા ઉપર કોઠારી, દેસાઈ અને શાહ પરિવાર ઘ્વારા 900 કેન્ડલ નો ઉપયોગ કરીને " "World's Great Corona Warrior Modi" લખીને મોદીજીની અપીલને સન્માન આપ્યું હતું. શહેરના ગુજરાતી વાડમાં રસ્તા પર ભારત માતાના નકશો દોરી તેની પર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, શહેરમાં ઝગમગતા દીવડા ને મોબાઇલ ટોર્ચ સાથે ગગનમાં આતશબાજી પણ કરવામાં આવી હતી અને ફટાકડા ફોડીને ભારત માતાકી જય, ગો ગો કોરોના ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.