સાયલા તાલુકાના દેવગઢ ગામમાં મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો - Surendranagar Gynecology Department
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: શહેરની સી. યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સાયલા તાલુકાના દેવગઢ ગામની પ્રસુતા મહિલાએ પ્રથમ ડિલિવરીમાં એક બાળક અને બે બાળકી સહિત ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ગાયનેક વિભાગના ડોકટરની ટીમે સફળતાપૂર્વક પ્રસુતા મહિલાની ડિલીવરી કરાવી હતી. હાલ ત્રણેય નવજાત બાળકો સહિત પ્રસુતા મહિલાની તબિયત સંપુર્ણ સ્વસ્થ છે.