કમોસમી વરસાદથી ગીરસોમનાથનું ઋતુચક્ર ખોરવાયું - Girsomanath News
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથઃ માળીયા હાટીના, ગીરસોમનાથ, તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વેરાવળ તાલુકામાં ઠેરઠેર ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. મહામુસીબતે તૈયાર કરેલી મગફળી હવે સરકાર સુધી કેમ પહોંચાડવી તે ખેડૂતો માટે યક્ષ પ્રશ્ન બન્યો છે, ત્યારે ક્લાઈમેટ ચેન્જને માત્ર એક ટ્રેન્ડ સમજવા વાળી પ્રજાએ ચોક્કસથી સમજવું રહ્યું કે આ સમસ્યા દિવસે દિવસે વિકરાળ બની રહી છે. જો ટૂંક સમયમાં સરકાર અને લોકો દ્વારા યોગ્ય કાળજી ન લેવામાં આવી તો આ પરિસ્થિતિ હાથમાંથી સરકી જશે.