પીવાનું પાણી ન મળતા GIDCનો મુખ્ય માર્ગ બંધ, સ્થાનિકોએ મચાવ્યો હોબાળો - GIDC
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7601982-853-7601982-1592050475919.jpg)
વડોદરાઃ શહેર નજીક આવેલા નંદેસરી ગામના ગ્રામજનોને પીવાનું પાણી ન મળતા તેઓ ઉશ્કેરાયા હતા અને નદેશરી GIDCમાં મુખ્ય માર્ગ બંધ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોને છેલ્લા કેટલાય મહિનાઓથી પીવાનું પાણી મળતું નથી. તંત્ર અને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએસન દ્વારા પણ ગ્રામજનો માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. અનલોક-1માં ગ્રામજનોની પાણીની સમસ્યા દૂર કરવા કોઈ ન આવ્યું, ત્યારે નદેશરીના ચામુંડા નગર વિસ્તારના રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને GIDCમાં પ્રવેશતો મુખ્ય માર્ગનો દરવાજો બંધ કરી GIDCમાં ભારે હોબાળો મચાવ્યો હતો. નંદેસરી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોને કોઈપણ જાતની સાંત્વના આપ્યા વગર મુખ્ય માર્ગનો દરવાજો ખુલ્લો કરતા ગ્રામજનોએ ઉદ્યોગપતિઓ પર આક્રોશ ઠાલવ્યો હતો.